કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કોર્ટે 200 રૂપિયાનો દંડ ફટકાર્યો,વીર સાવરકર અંગે કરી હતી ટિપ્પણી

લખનઉની એક કોર્ટે બુધવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર 200 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સુનાવણીમાં સતત ગેરહાજરી બદલ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ACJM) કોર્ટે દંડ ફટકાર્યો છે

New Update
rahul savarkr
લખનઉની એક કોર્ટે બુધવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર 200 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સુનાવણીમાં સતત ગેરહાજરી બદલ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ACJM) કોર્ટે દંડ ફટકાર્યો છે.તેમજ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ 14 એપ્રિલ 2025ના રોજ કોર્ટમાં હાજર થાય, જો તેઓ આ તારીખે પણ હાજર નહીં થાય તો કડક કાર્યવાહી થઈ શકે છે.

ફરિયાદી નૃપેન્દ્ર પાંડેના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ 17 ડિસેમ્બર, 2022 ના રોજ મહારાષ્ટ્રના અકોલામાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે સાવરકરને 'અંગ્રેજોના નોકર' અને 'પેન્શન લેનાર' કહ્યા હતા.ફરિયાદીએ જણાવ્યું હતું કે આ નિવેદન સમાજમાં દ્વેષ અને નફરત ફેલાવવાના ઈરાદાથી આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, પત્રકાર પરિષદમાં પહેલાથી તૈયાર કરેલા પત્રિકાઓનું પત્રકારો વચ્ચે વિતરણ કરવામાં આવ્યું હતું. આ નિવેદન બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 153(એ) અને 505 હેઠળ કેસ નોંધવાની માંગ કરવામાં આવી હતી
Advertisment
Advertisment
Latest Stories