New Update
/connect-gujarat/media/post_banners/37dd1c2dfb3ed8c96de5610e6d2f479ffde21e6484103312cca7a7ffcd615cd0.webp)
ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ તેજ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતના વલસાડ જિલ્લામાં જાહેર સભાને સંબોધશે. આ ઉપરાંત વડાપ્રધાન ભાવનગરમાં સમૂહ લગ્ન સમારોહમાં હાજરી આપશે.
વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ વડાપ્રધાનની તેમના ગૃહ રાજ્યની આ પ્રથમ મુલાકાત હશે. PM મોદી બપોરે 3 વાગ્યે વલસાડ જિલ્લાના કપરાડા ગામમાં જાહેર સભાને સંબોધ્યા બાદ ભાવનગરમાં સમૂહ લગ્ન સમારોહ પાપા ની પરી લગ્નોત્સવ 2022માં હાજરી આપશે. સમારોહમાં 522 કન્યાઓના લગ્નનો કાર્યક્રમ છે.
Latest Stories