અમેરિકાએ સીરિયામાં કર્યો હવાઈ હુમલા, 37 આતંકવાદીઓ માર્યા ગયા

અમેરિકાએ સીરિયામાં હવાઈ હુમલા કર્યા હતા. જેમાં ઈસ્લામિક સ્ટેટ ગ્રુપ અને અલ-કાયદા સાથે જોડાયેલા 37 આતંકવાદીઓ માર્યા ગયા અમેરિકી સેનાએ દાવો કર્યો હતો

New Update
7

અમેરિકાએ સીરિયામાં હવાઈ હુમલા કર્યા હતા. જેમાં ઈસ્લામિક સ્ટેટ ગ્રુપ અને અલ-કાયદા સાથે જોડાયેલા 37 આતંકવાદીઓ માર્યા ગયા હતા. અમેરિકી સેનાએ દાવો કર્યો હતો કે આતંકવાદીઓના ઘણા ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. 

યુએસ સેન્ટ્રલ કમાન્ડ અનુસાર, અમેરિકાએ ઉત્તર-પશ્ચિમ સીરિયા પર હુમલો કર્યો હતો. જેમાં અલ-કાયદા સાથે જોડાયેલા હુર્રસ અલ-દિન જૂથના ટોચના નેતા અને અન્ય આઠને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓ સૈન્ય કાર્યવાહી પર નજર રાખવાની જવાબદારી હતી. આ સાથે સેન્ટ્રલ સીરિયામાં આઈએસના ટ્રેનિંગ કેમ્પ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 28 આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાં ચાર સીરિયાના નેતાઓનો સમાવેશ થાય છે.

અમેરિકી સૈન્યના જણાવ્યા અનુસાર, હવાઈ હુમલાએ અમેરિકાના હિતોની સાથે સાથે અમારા સહયોગીઓ અને ભાગીદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ISISની તૈયારીઓને નષ્ટ કરી દીધી હતી. સીરિયામાં લગભગ 900 અમેરિકન સૈનિકો તૈનાત છે. અમેરિકી દળો ઉત્તરપૂર્વ સીરિયામાં તેમના મુખ્ય સાથી કુર્દિશના નેતૃત્વ હેઠળની સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસને સલાહ અને સહાય પૂરી પાડે છે.

Latest Stories