-
ભરૂચના શુકલતીર્થ ગામનો બનાવ
-
પરમાર ફળીયામાં લાગી આગ
-
રહેણાંક મકાનમાં આગનો બનાવ
-
ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ
-
સદનસીબે કોઈ જાનહાની નહીં
ભરૂચના શુકલતીર્થ ગામે રહેણાક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે પરમાર ફળિયામાં રહેતા સુભાષભાઈના ઘરે આજે વહેલી સવારે માતાજીના સ્થાન પાસે દીપ પ્રાગટાવાયો હતો ત્યારબાદ તેઓ પોતાના ધંધા રોજગારા અર્થે નીકળી ગયા હતા ત્યારે દીપની ઝાળથી મકાનમાં આગ લાગતા મકાનમાં રહેલી ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી ત્યારે ભરૂચ નગરપાલિકાના 2 ફાયર ફાયટરોએ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.આ બનાવમાં કોઈ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
