New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/20152251/maxresdefault-294.jpg)
અમદાવાદમાં CAAના વિરોધ થયેલ હિંસા બાદ સુરત પોલીસ સજ્જ
થઈ છે. અલગ અલગ વિસ્તારમાં ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું રહ્યો છે. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરના
લીંબાયત, ઉન, અઠવા જેવા સંવેદનશીલ
વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.
દેશભરમાં CAAનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. તો કેટલાક રાજ્યમાં આંદોલન હિંસક બની રહ્યું છે. અમદાવાદમાં પણ CAAના વિરોધમાં ચાલી રહેલ આંદોલને હિંસકરૂપ ધારણ કર્યું હતું, ત્યારે અમદાવાદ જેવી ઘટના સુરતમાં નહીં બને તે માટે સુરત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરના લીંબાયત, ઉન, અઠવા સહિતના સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યા છે. જો સુરતમાં કોઈ સ્થળે અનિચ્છનીય બનાવ બને તો પોલીસની ટીમ ત્યાં પહોચી જે તે પરિસ્થીતી ઉપર કાબુ મેળવશે.