વિશ્વના ઓલટાઈમ ગ્રેટ ફૂટબોલ ખેલાડી પેલેની હાલત ગંભીર છે. બ્રાઝિલનો મહાન ફૂટબોલર હાલમાં સાઓ પાઉલોની હોસ્પિટલમાં મૃત્યુ સામે ઝઝૂમી રહ્યા છે. તેમને સ્પેશિયલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. તેમની તબિયત સતત બગડી રહી છે અને તેની અસર તેમની કિડની અને હૃદય પર થઈ રહી છે.છેલ્લા અનેક મહિનાઓથી કેન્સર સામે લડી રહેલા 82 વર્ષીય દિગ્ગજ ફૂટબોલર જોવા માટે નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે. રવિવારે તેમના પરિવારે હોસ્પિટલમાં જ ક્રિસમસની ઉજવણી કરી હતી.

રવિવારે સવારે તેમની પુત્રી, કેલી નેસિમેન્ટોએ ઇન્સ્ટા પર એક કુટુંબ નો ફોટો પોસ્ટ કર્યો. તેણે 3 કલાક પહેલા તેની ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યું હતું- ‘કૃતજ્ઞતા, પ્રેમ, પારિવારિક એકતા… એ જ નાતાલનો સાર છે. તમે ક્રિસમસ પર મુકેલા પ્રેમ બદલ ધન્યવાદ…આભાર અને પ્રેમ. આ મજેદાર અને અદ્ભુત જીવનમાં હું તેમના (પેલે) વિના કંઈ પણ નથી. આજે અને હંમેશા, મેરી ક્રિસમસ.’જ્યારે, પુત્ર એડિન્હોએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટમાં લખ્યું- ‘પપ્પા… તમે અમારી તાકાત છો.’ પેલે નો પુત્ર એડિસન ચોલ્બી શનિવારે હોસ્પિટલમાં પહોંચ્યો હતો. તે એડિન્હો તરીકે ઓળખાય છે. પેલે ની પુત્રી કેલી નેસિમેન્ટો પણ હોસ્પિટલમાં છે….