-
અંકલેશ્વરના અંદાડા ગામનો બનાવ
-
ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક કિશોરની હત્યા
-
મિત્રોએ કરી મિત્રની હત્યા
-
બાઈક વોશિંગ બાબતે થઈ હતી તકરાર
-
2 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
અંકલેશ્વરના અંદાડા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બે શખ્સોએ બાઈક વોશિંગ મામલે કિશોરને માર મારી ફેંફસા અને છાતીમાં ઇજા કરી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી હતી.પોલીસે આ મામલે ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી છે.
અંકલેશ્વરના અંદાડા ગામના કૈલાસ ટેકરી ખાતે રહેતી પ્રિયાબેન શૈલેષ વસાવાના 17 વર્ષીય પુત્ર રોહન વસાવા તેના મિત્રો સાથે અંદાડા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બેસવા ગયા હતા.તે સમયે તેના મિત્ર નિલેશ મુકેશ વસાવાના મોબાઈલ ફોન ઉપરથી રોહનનો ફોન આવ્યો હતો.અને તેનો ફોન તૂટી જતા લઈ જવાનું કહ્યું હતું.જે બાદ થોડીવારમાં તેના મિત્રો કિશોરને બેહોશ હાલતમાં બાઈક પર ફળિયામાં લઈ આવ્યા હતાં.જેને 108 સેવાની મદદ વડે ગડખોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેને તપાસી તબીબે મૃત જાહેર કર્યો હતો.જે બાદ પોસ્ટમોર્ટમ દરમિયાન તબીબે પ્રાથમિક અભિપ્રાયમાં રોહને છાતીમાં ફેંફસાના ભાગે ઇજાઓ થતા મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું.
રોહન વસાવાને તેના મિત્ર સાહિલ ગણપત વસાવા અને નિલેશ દિનેશ વસાવાએ બાઈક વોશિંગ બાબતે ઝઘડો કરી છાતી અને પેટના ભાગે માર મારી મોત નિપજાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમ્યાન પોલીસે આરોપીઓ સાહિલ અને નિલેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
