ગાંધીનગર : PM મોદીની જાહેરાતથી ગુજરાતના 3.50 કરોડ યુવાઓને થશે ફાયદો : નાયબ મુખ્યપ્રધાન

New Update
ગાંધીનગર : PM મોદીની જાહેરાતથી ગુજરાતના 3.50 કરોડ યુવાઓને થશે ફાયદો : નાયબ મુખ્યપ્રધાન

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગતરોજ સાંજે 5 વાગ્યે દેશને સંબોધન કરતાં જાહેરાત કરી હતી કે, હવે કેન્દ્ર સરકાર તમામ નાગરિકો માટેનો ખર્ચ ભોગવશે, જ્યારે 18 વર્ષથી વધુની વયના લોકો માટે પણ રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર જ વેક્સીનનો જથ્થો ઉપલબ્ધ કરાવશે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને નાણાંપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ગુજરાતના 3.50 કરોડ યુવાઓને ખૂબ સારો ફાયદો થવા જઈ રહ્યો છે.

કોરોનાના કપરા કાળ દરમ્યાન મહત્વની વાત કરવામાં આવે તો પહેલાં 18થી 44 વર્ષના લોકો માટે રાજ્ય સરકારને વેક્સિન ખરીદવાનો વારો આવ્યો હતો. પરંતુ હવે કેન્દ્ર સરકારની જાહેરાત બાદ રાજ્ય સરકાર વેક્સિનનો જથ્થો નહીં ખરીદી શકે, જ્યારે ગુજરાત સરકાર દ્વારા યુવાઓ માટે 3 કરોડ ડોઝના ઓર્ડર પણ અગાઉથી આપી દેવામાં આવ્યા છે. જે અંગે રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવશે. જોકે, ખાનગી હોસ્પિટલ દ્વારા યુવાનોને વેક્સિન આપવા માટે એક હજાર રૂપિયા જેટલો ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. પરંતુ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિનનો સર્વિસ ચાર્જ 150થી 300 રૂપિયા જ વસૂલ કરવાની જાહેરાત કરી છે, ત્યારે મોટી ખાનગી હોસ્પિટલો હવે વેક્સિનેશનનો વધુ ચાર્જ વસૂલી નહીં શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણમાં મફત અનાજ વિતરણની પણ જાહેરાત કરી હતી, ત્યારે હવે આ સમય મર્યાદા નવેમ્બર માસ સુધી વધારવામાં આવી છે. એટલે કે, દેશમાં બીપીએલ કાર્ડ ધારકોને નવેમ્બર માસ સુધી મફતમાં અનાજ વિતરણ કરવામાં આવશે

Latest Stories