સરકારી ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માં લોકપ્રિય એવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા હાલ સાબરમતી જેલના સળિયા પાછળ છે. યુવરાજસિંહ વિરુદ્ધ પોલીસ પર હુમલો કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે યુવરાજસિંહની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. ગાંધીનગર સેશન્સ કોર્ટ આવતીકાલે ચુકાદો આપશે.

યુવરાજસિંહના વકીલ નીતિન ગાંધી દાવો કર્યો છે કે યુવરાજસિંહ સામે 207 અંતર્ગત ગુનો બનતો નથી. કોન્સ્ટેબલ પર ગાડી ચડાવી અને ઇજા પણ થઇ નથી. આ કોઇ ઇરાદાપૂર્વક કરેલ કૃત્ય નથી. યુવરાજસિંહે અત્યાર સુધી કોઇ ગંભીર ગુનો નથી કર્યો તો સરકારી વકીલે દલીલ કરતાં જણાવ્યું કે મંજૂરી વગર વિધાનસભા કૂચ કરી છે. પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા તેમના પર ગાડી ચડાવવાની પ્રયાસ કર્યો. ગાડી ચડાવી દેવાનો પ્રયાસ માટે 307 ગુનો નોંધાયો છે.

તો યુવરાજસિંહના જમીનને લઇને વધુમાં જણાવ્યું કે ગાંધીનગરમાં આવા આંદોલન ન થાય તે માટે જામીન ન આપવા જોઈએ. ગાંધીનગર અને અમદાવાદમાં આંદોલન કરવા પરવાનગી ન મળવી જોઈએ ગાંધીનગરમાં વિદ્યાસહાયકોના સમર્થનમાં યુવરાજસિંહ પહોચ્યા હતા. વિરોધ વધુ ઉગ્ર બને તેવી સંભાવનાને પગલે યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી હતી. આ મામલે SP મયુર ચાવડા નિવેદન આપતા જણાવ્યુ હતું કે યુવરાજસિંહ અને દિપક ઝાલા સચિવાલયથી SP કચેરી આવ્યા હતા. પોલીસ સાથે ઘર્ષણ કરી ધક્કા મારી નિકળવાનો પ્રયત્ન કર્યો હતો. યુવરાજસિંહે ભાગવાના પ્રયાસમાં ગાડી લઈને નીકળવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને ઘસડીને ગાડી લઈ જાય છે તેવો મયુર ચાવડાએ આક્ષેપ લગાવ્યો હતો