/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/Ganesh-Visarjan-images-Photos-hd-wallpapers-4.jpg)
દરેક દેવી-દેવતાઓમાં ગણેશજીને સૌ પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. દરેક મંગળ કાર્યમાં ગણપતિને પ્રથમ મનાવવામાં આવે છે અને તેમની પૂજા પછી જ અન્ય દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. ગણેશોત્સવમાં ભક્તો ગણપતિને અનેક પ્રકારે લાડ લડાવે છે પણ બહુ ઓછા ભક્તો જાણતા હશે કે ગણેશોત્સવ બાદ ભગવાન ગણપતિને વિસર્જિત કરવામાં આવે છે.
સનાતન ધર્મ મુજબ ભાદ્રપદ શુક્લ ચતુર્થીથી વેદવ્યાસજીએ ભાગવત કથા ગણપતિજીને સતત ૧૦ દિવસ સુધી સંભળાવી હતી. જેને ગણપતિએ પોતાના દાંતથી લખી હતી. દસ દિવસ પછી જ્યારે વેદવ્યાસજીએ આંખ ખોલી તો જોયું કે ૧૦ દિવસની અથાક મહેનત બાદ ગણેશજીનું તાપમાન ખૂબ વધી ગયું છે. તરત જ વેદ વ્યાસજીએ ગણેશજીને નિકટના કુંડમાં લઇ જઈને ઠંડા કર્યા હતા. તેથી ભાદ્રપદ શુકલ ચતુર્થીના રોજ ગણેશ સ્થાપના કરવામાં આવે છે અને ભાદ્રપદ શુક્લ ચતુર્દશી અર્થાત અનંત ચતુર્દશીના રોજ તેમને ઠંડા કરી વિસર્જન કરવામાં આવે છે.
ભગવાન ગણપતિ જળ તત્વના અધિપતિ છે ગણપતિને બુદ્ધિનાં દેવ પણ માનવામાં આવે છે કારણ કે આ એક વૈજ્ઞાનિક તથ્ય છે કે મનુષ્યનાં મસ્તિષ્કમાં અધિકાંશ તરળ ભાગ જ છે. આ માટે તો ગણપતિને ગણેશોત્સવ બાદ જળમાં વિસર્જિત કરવામાં આવે છે કારણ કે જળ એ ગણપતિનું નિવાસ સ્થાન માનવામાં આવે છે.
ચતુર્થી અને ચતુર્દર્શી ગણેશજીની પ્રિય તિથિ છે. તેથી ગણેશજીની ન્યાસ ધ્યાન પૂજન અને વિસર્જન સદૈવ ચતુર્થી કે ચતુર્દશીના રોજ કરવામાં આવે છે. ગણેશજીના પ્રિય ભોગ મોદક અને લાડુ છે. લાલ રંગના ગુડહલના ફુલ ગણેશજીને પ્રિય છે.ખુદના ઘરમાં જ પવિત્ર પાત્રમાં ગંગાજળનાં થોડાંક ટીપા અને શેષ શુદ્ધ જળ મિક્સ કરીને મૂર્તિનુ વિસર્જન કરો. વિસર્જન પહેલાં ગણપતિજીની વિધિવત પૂજા કરો.