અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે નવરાત્રિ એટલે શક્તિની આરાધના, ભક્તિ અને ગરબાનો પવિત્ર ઉત્સવ ત્યારે આજના આધુનિક સમયમાં દીકરીઓને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ગરબે ઘૂમવાની તક મળે તે હેતુથી અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામમાં આવેલી સનસિટી ખાતે ‘મારી દીકરી, મારા ઘર આંગણે’ થીમ સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

નવરાત્રિના પર્વમાં ગરબાની રમઝટ અને માતાજીની આરાધનાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કોસમડી ગામની સનસિટી ખાતે ‘મારી દીકરી, મારા ઘર આંગણે’ના વિચાર સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.આ રીતે ઘરઆંગણે યોજાતા ગરબાના માધ્યમથી સમાજમાં દીકરીઓના સન્માન, સુરક્ષા અને સુવિધાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. સાથે જ રહેવાસીઓ વચ્ચે સામાજિક એકતા અને ભાઈચારાની ભાવનાને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.