New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-62.jpg)
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના નવા ગામે આવેલ હરસિધ્ધી માતાજીના મંદિરમા મોડી રાત્રે ૪ ફુટ લાંબો મગર ઘૂસી જતા ગામામાં ભયનો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે ગ્રામજનોએ કોડીનાર વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમે રેસ્કયુ હાથ ધર્યુ હતું. જે અડધા કલાકની ભારે જહેમત બાદ મગરને પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા હાથ લાગી હતી. ત્યારે મગર પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે મંદિરમા મગરના ઘૂસવાના કારણે માતાજીના દર્શને કરવા શ્રદ્ધાળુઓ માટે મુશ્કેલ બન્યા હતા.