જુનીધરી ગામે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં આખું ગામ પાણીમાં ગરકાવ

New Update
જુનીધરી ગામે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં આખું ગામ પાણીમાં ગરકાવ

ગોધરા તાલુકાના જુનીધરી ગામે મેઘરાજાએ સવારથીજ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને આખો દિવસ વરસાદ પડયો હતો. ભારે વરસાદ ને કારણે આખું ગામ પાણી પાણી થઇ ગયું હતું. ગામમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના પગલે જનજીવન ખોરવાવા સાથે ખેતરો પણ બેટમાં ફેરવાયા છે. ગામમાં આવેલ પ્રાથમિક કન્યા શાળા અને સસ્તા અનાજની દુકાન માં પણ પાણી ઘુસી ગયા છે.

આ ઉપરાંત જુનીધરી ગામને જોડતા એક માત્ર રસ્તા ઉપર વરસાદના પાણી ફરી વળ્યા હતા અને હાલમાં પણ વરસાદ યથાવત છે અને જો સતત વરસાદ પડશે તો રસ્તાને તુટી જતાં વાર લાગશે નહીં અને વાહન વ્યવહાર બંધ થઈ જશે.. આ ઉપરાંત દિવસ દરમિયાન વરસાદ વરસતા ખેતરમાં પાણી ફરી વળ્યા છે. અને ખેડૂતોના પાકને નુક્સાન થયુ છે. તેમજ ગામના તમામ ખેતરો બેટમા ફેરવાઈ ગયા છે.

Latest Stories