Connect Gujarat
ગુજરાત

રાજકોટ : જીવના જોખમે લોકોએ ચલાવી ડુંગળીની લૂંટ, જુઓ ગોંડલ હાઇવે પરના દ્રશ્યો

રાજકોટ : જીવના જોખમે લોકોએ ચલાવી ડુંગળીની લૂંટ, જુઓ ગોંડલ હાઇવે પરના દ્રશ્યો
X

ડુંગળીને પાક નિષ્ફળ જવાને લઈને હાલ ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ હાઇવે ઉપર ટ્રેક્ટરમાંથી ડુંગળીનો જથ્થો વેરાતા લોકોએ જીવના જોખમે ડુંગળીની લૂંટ ચલાવી હતી.

રાજકોટ જિલ્લા માર્કેટ યાર્ડમાં એક ખેડૂત ડુંગળીના વેંચાણ અર્થે ટ્રેક્ટર લઈ જઈ રહ્યા હતા, તે દરમ્યાન ટ્રેક્ટરમાં મૂકેલી ડુંગળીની બોરી તૂટી જતાં નેશનલ હાઈવે ઉપર ભોજપરા ગામના પાટિયા નજીક ડુંગળીનો જથ્થો વેરાઈ ગયો હતો. જાણે રૂપિયા 500 કે, 2000ની નોટો ઉડી હોય તેવી રીતે લોકો મોંઘા મોલની ડુંગળી લૂંટવા જીવના જોખમે દોડી ગયા હતા. કોઈ અકસ્માત ન સર્જાય તે માટે વાહનચાલકોને બ્રેક મારવાની ફરજ પડી હતી. ડુંગળીની રેલમ છેલમ જોઈ કેટલાક યુવાનોએ તો ડુંગળીની થેલીઓ ભરી જાણે મોટી જંગ જીતી હોય, તેવો હાંશકારો અનુભવ્યો હતો.

Next Story