ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની વિલાયત GIDC સ્થિત ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના CSR વિભાગ દ્વારા દેરોલ ગામ ખાતે આદિત્ય બિરલા શિક્ષા જ્યોતિ” કાર્યક્રમ અંતર્ગત 19 પ્રાથમિક અને 4 માધ્યમિક શાળાના કુલ 225 જેટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શિષ્યવૃતિનું વિતરણ કરવામાં આવ્યું હતું. CSR વિભાગના સંચાલક હેમરાજ પટેલે જણાવ્યું કેઆ કાર્યક્રમ માત્ર આર્થિક સહાય વિતરણ ન હતોપરંતુ બાળકોની પ્રતિભામહેનત અને સપનાઓને સન્માન આપવાનો એક પ્રેરણાદાયક ઉત્સવ હતો.

Grasim Industries Ltd

માનવ સંસાધન વિભાગના વડા રેણુ માથુરે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો. ટેકનિકલ વિભાગના વડા સતાની સરે શિક્ષણ માનવીને જીવનમાં કેવી રીતે સફળતા તરફ દોરી જાય છેતેના સચોટ ઉદાહરણો રજૂ કર્યા હતા. આ સાથે જ વ્યવસ્થાપન વિભાગના વડા ઘનશ્યામભાઈએ જીવનમાં પ્રાર્થનાનું મહત્વ સમજાવ્યું હતું.

Grasim Industries Ltd

આ પ્રસંગે એપોક્ષી વિભાગના યુનિટ હેડ રાકેશ ચોકશી, CSR ટીમના સભ્ય ઈરસાદભાઈગ્રાસિમ ફાઇબર વિભાગના HR વડા નિમેશ જાદવ અને યુનિટ હેડ રામકુમારગામના આગેવાન દિલાવરભાઈરણજીતભાઈઇકબાલભાઈ અને અશ્વિનભાઈ સહિત 300થી વધુ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક ભાઈ-બહેનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.

Grasim Industries Ltd