GSTનાં દરની માહિતી આપતી મોબાઈલ એપ લોન્ચ

New Update
GSTનાં દરની માહિતી આપતી મોબાઈલ એપ લોન્ચ

દેશભરમાં 1 જુલાઈથી લાગુ પડેલા જીએસટી પછી કઈ ચીજો પર કેટલો જીએસટી લાગશે તેની જાણ કરતી મોબાઈલ એપ સરકાર દ્રારા લોન્ચ કરવામાં આવી છે. સરકારની એપ દ્રારા લોકોને દરેક ખરીદી પર કેટલો ટેક્સ લાગશે, તે જાણવું આસાન બનશે. સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ દ્રારા GST RATE FINDER નામથી શરૂ કરાયેલ એપમાં તમામ પ્રકારના ગુડ્ઝ અને સર્વિસિસ પર લાગતા જુદા જુદા દરનું આખું લિસ્ટ આપવામાં આવ્યું છે.

જે તમામ ગ્રાહકો વેપારીઓ, વિદ્યાર્થીઓ અને ખરીદનાર વર્ગ માટે રેડી રેક્નર પુરવાર થશે. કોઈપણ વ્યક્તિ માર્કેટમાં કે રેસ્ટોરામાં હશે તે મોબાઈલ એપ દ્રારા કઈ ચીઝ પર કેટલો ટેક્સ લાગશે, તે સહેલાઈથી જાણી શકશે. હાલ આ એપ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન પર ડાઉનલોડ કરી શકાશે.