/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/03-5.jpg)
ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી જૂના વાહનોમાં પણ ફરજીયાત HSRP નંબર પ્લેટ લગાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં મુદતો વધતી રહી હતી. જોકે હવે તેમાં કોઈ છૂટછાટ નહીં મળે તેવા સંકેતો વાહન વ્યવહાર વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. હવે જો વ્હીકલમાં HSRP નંબર પ્લેટ ન લગાવી હોય તો 31 ડિસેમ્બર છેલ્લી તારીખ છે. કારણ કે ત્યાર બાદ નંબરપ્લેટ લગાવવા માટે પણ દંડ ચૂકવવો પડશે.
રાજ્યમાં હાલ RTO કચેરી તરફથી નંબર પ્લેટ લગાવવાની ફી નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં ટુ વ્હીલર માટે 140 રૂપિયા, થ્રી વ્હીલર માટે 180 રૂપિયા, ફોર વ્હીલર માટે 400 રૂપિયા, હેવી વ્હીલર માટે 420 રૂપિયા વસુલવામાં આવે છે.
જો કોઈ વાહન ચાલક 31 ડિસેમ્બર સુધી HSRP નંબર પ્લેટ નહીં લગાવે તો RTO કચેરીએ તેના માટે દંડની જોગવાઈ નક્કી કરી છે. આ મુજબ વાહનો ચલાવનારાઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે. જો વાહન ચાલકો RTO કચેરી સુધી જઈ શકતા ન હોય તો અધિકૃત ડીમ્ડ ડીલરને ત્યાંથી પણ પોતાના વાહનની નંબર પ્લેટ લગાવી શકાશે.
31 ડિસેમ્બર સુધીમાં પણ જો વાહન માલિકો HSRP નંબર પ્લેટ નહીં લગાવે તો વધારાનો દંડ ચૂકવવો પડશે. જેમાં ટુ વ્હીલર માટે 100 રૂપિયા, થ્રી વ્હીલર માટે 200 રૂપિયા, LMV વ્હીકલ માટે 300 રૂપિયા, હેવી વ્હીકલ માટે 500 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જે વાહન ચાલકોએ ભરવા પડશે.