/connect-gujarat/media/post_banners/d18e1edb527dc25cd29fed60ccc2cae348744f65e0f9b1517a0c59faa6dd1f45.jpg)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને AAP સહિતના પક્ષો પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે. જોકે, ભાજપ પણ આ ચૂંટણીમાં એક અલગ રણનીતિ અપનાવી કાર્પેટ બોંમબૅટિંગ થકી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે.
રાજ્યમાં વિધાનસભા સીટો પર અનેક નેતાઓ સભા ગજવી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા બીજા ચરણ માટે ટીમ બનાવી દેવામાં આવી છે. ભાજપ દ્વારા આવતીકાલથી 15 રાષ્ટ્રીય નેતા અને પ્રદેશના નેતાઓ સહિત કુલ એક સાથે 73 વિધાનસભા સીટ પર પ્રચાર કરશે. તો સાથે બુથ લેવલ સંપર્ક અભિયાનનો પણ પ્રારંભ કરાશે. આમ એક સાથે 2 પ્રચાર સિસ્ટમ ભાજપ લાગુ કરશે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આવતીકાલથી ભાજપ બીજા ચરણ માટે સામૂહિક પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના 15 નેતાઓ એક સાથે સભા-રેલી અને પ્રચાર કરશે.
તો તેની સાથે પ્રદેશના સીએમ ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ પણ એક સાથે ૩૩ વિધાનસભા સીટ પર જનસભાઓ રેલી અને મિટિંગ કરશે. એટલું જ નહીં, આ પ્રચાર દરમિયાન ભાજપ શાસિત રાજ્યોના પ્રમુખ અને હોદ્દેદારો દરેક વિધાનસભા સીટ પર બૂથ મેનેજમેન્ટ અંગે સંપર્ક અભિયાનમાં જોડાશે. આમ એક સાથે 2 પ્રચાર અભિયાન શરૂ કરી ભાજપ બીજા પક્ષોને પરાસ્ત કરવામાં વ્યસ્ત બનશે. તો સાથે સુધાંશુ ત્રિવેદીએ દાવો કર્યો છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂતકાળમાં જે પાણીની તંગી હતી.
તે ભાજપના રાજમાં દૂર થઈ અને ગુજરાતમાં મોટાભાગના ગામમાં "નલ સે જલ" યોજના મારફતે પાણી પોહચડવામાં આવી રહ્યું છે, અને ભૂગર્ભ જળ સંગ્રહમાં પણ ગુજરાત દેશમાં આગળ વધી રહ્યું છે.