Connect Gujarat
ગુજરાતની ચૂંટણીની ગપશપ

બીજા તબક્કાની 93 બેઠક પર પ્રચાર પડઘમ શાંત, તા.5મી ડિસેમ્બરે યોજાશે મતદાન..

ઉમેદવારોએ જાહેર સભાઓ, રેલીઓ, ગજવીને છેલ્લી ઘડી સુધીના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવીને મતદારોને રીઝવવા માટે પ્રયાસો કર્યા બાદ હવે ચૂંટણી પ્રચારની મુદત પૂરી થઇ છે.

બીજા તબક્કાની 93 બેઠક પર પ્રચાર પડઘમ શાંત, તા.5મી ડિસેમ્બરે યોજાશે મતદાન..
X

ગુજરાત વિધાનસભા ચૂંટણીની પ્રચારના પડઘમ શાંત થયો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતનો પ્રચાર પડઘમ શાંત થયો છે. બીજા તબક્કાની ૯3 બેઠકોના પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો. આ તમામ બેઠકો પર આજે પાંચ વાગ્યા બાદ પ્રચાર પડઘમ શાંત થયા છે. ભાજપ-કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત તમામ રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને ઉમેદવારોએ જાહેર સભાઓ, રેલીઓ, ગજવીને છેલ્લી ઘડી સુધીના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવીને મતદારોને રીઝવવા માટે પ્રયાસો કર્યા બાદ હવે ચૂંટણી પ્રચારની મુદત પૂરી થઇ છે. હવે કોઈ પણ પાર્ટી જાહેરમાં પ્રચાર નહીં કરી શકે ત્યારે ડોર-ટુ-ડોર, ખાટલા મિટિંગ, ટેલિફોનિક કોન્ટેક્ટ જેવો પ્રચાર હાઇ લેવલે ચાલુ રહેશે.5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે અને 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે. તમને જણાવી દઈએ કે, ભાજપ-કોંગ્રેસ અને AAP સહિત 833 ઉમેદવાર ચૂંટણી મેદાનેો ઉતર્યા છે તેમજ બીજા તબક્કામાં 2.60 કરોડ મતદારો મતદાન કરશે

ક્યાં ક્યાં જિલ્લામાં બીજા તબક્કાનું મતદાન:-

અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં, ગાંધીનગર, મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, છોટા ઉદેપુરમાં પણ બીજા તબક્કાનું મતદાન થવાનું છે જેને લઈ આજે પ્રચારના પડઘણ શાંત થયા છે.

Next Story