Connect Gujarat
ગુજરાતની ચૂંટણીની ગપશપ

જામનગર : મતદાર જાગૃતિ અને કેળવણી અંતર્ગત દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય, મતદાન કરવા તંત્રની અપીલ...

મતદાર જાગૃતિ અને કેળવણી અંતર્ગત અનોખું આયોજન, દિવ્યાંગ સમુદાયના લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરાયા

X

જામનગરમાં મતદાર જાગૃતિ અને કેળવણી અંતર્ગત દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડૉ. સૌરભ પારઘીએ ક્રિકેટ મેચ નિહાળી દિવ્યાંગ સમુદાયને મતદાન કરવા અપીલ કરી હતી.

ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે વધુમાં વધુ લોકો મતદાન કરવા માટે જાગૃત થાય અને લોકશાહીના અવસરમાં ભાગીદાર થાય તે હેતુથી ચૂંટણી શાખા દ્વારા જામનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે જામનગર શહેરના ક્રિકેટ બંગલો ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડૉ. સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ અને કેળવણી અંતર્ગત દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ સમુદાયને મતદાન માટે પ્રોત્સાહિત કરવા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગરની શહેર અને ગ્રામ્ય ટીમોએ ભાગ લીધો હતો. ૧૦ ઓવરની ક્રિકેટ ટુર્નામેન્ટનુંમાં આશા ટીમે ટોસ જીતી બેટિંગ કરી હતી. દિવ્યાંગ ખેલાડીઓએ ક્રિકેટ રમી તેમજ સિગ્નેચર કેમ્પેઇન થકી દિવ્યાંગ સમુદાયને મતદાન કરવા જાગૃત કરી લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી.

Next Story