આવતી કાલે PM નરેન્દ્ર મોદી 3 જનસભા ગજવશે, વાંચો ક્યાં ક્યાં..?

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદીથી લઈને મોટા નેતાઓ પ્રચાર અર્થે ગુજરાતમાં ધામા નાખ્યા છે

New Update
આવતી કાલે PM નરેન્દ્ર મોદી 3 જનસભા ગજવશે, વાંચો ક્યાં ક્યાં..?

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદીથી લઈને મોટા નેતાઓ પ્રચાર અર્થે ગુજરાતમાં ધામા નાખ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં સભાને સંબોધ્યા બાદ રાત્રિ રોકાણ માટે રાજ ભવન જવાના હતા પરંતુ તેની જગ્યાએ તેઓ સીધા અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ આવી પહોંચ્યા હતા. કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ સાથે બેઠક કરી હતી.

આવતી કાલે પીએમ નરેદ્ન્ર મોદી 3 સભા ગજવવાના છે જેમાં સુરેન્દ્રનગર, નવસારી અને જંબુસરમાં પીએમ નરેન્દ્ર મોદી જનસભાને સંબોધશે. આજે સોમનાથ, ધોરાજી,અમરેલી અને બોટાદના PMએ વિશાળ જનસભા ગજવી હતી