સુરત : પૂર્વ બેઠક ઉપર AAPના ઉમેદવારનું ભાજપે અપહરણ કરી ગોંધી રાખ્યા : ગોપાલ ઇટાલીયા

સુરત પૂર્વ બેઠક પર AAPના ઉમેદવાર કંચન જરીવાલા, ફોર્મ પરત ખેંચવાની અરજી કર્યા બાદ ઘરે પરત ન ફર્યા

New Update
સુરત : પૂર્વ બેઠક ઉપર AAPના ઉમેદવારનું ભાજપે અપહરણ કરી ગોંધી રાખ્યા : ગોપાલ ઇટાલીયા

સુરત પૂર્વ બેઠક ઉપર આપના ઉમેદવાર કંચન જરીવાલા ઘરેથી બહુમાળી ખાતે ફોર્મ પરત ખેંચવા નીકળ્યા હતા. જોકે, ફોર્મ પરત ખેંચવાની અરજી કર્યા બાદ તેઓ ઘરે પરત ન ફરતા આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ ભાજપ પર આક્ષેપ કર્યા છે કે, કંચન જરીવાલાને ભાજપ દ્વારા ધાક ધમકી આપીને દબાણ કરવામાં આવ્યું છે.

Advertisment

સુરત પૂર્વના બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલા અચાનક ગાયબ થઈ જતા, હાલ સુરતમાં રાજકીય માહોલ ગરમાયો છે. આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, કંચન જરીવાલાને ભાજપ દ્વારા ધાક ધમકી આપવામાં આવી છે. ગત રાત્રે કંચન જરીવાલાને ગોંધી રાખી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. કોઈપણ સંજોગોમાં કંચન જરીવાલા ચૂંટણી ન લડે તે માટે ભાજપે પૂરી શક્તિ લગાવી છે. સુરત પૂર્વ બેઠક પરથી કંચન જરીવાલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા, આ બેઠક પરથી ભાજપમાંથી સીટીંગ ધારાસભ્ય અરવિંદ રાણા ઉમેદવાર છે, તો કોંગ્રેસમાંથી અસલમ સાયકલવાળા ઉમેદવાર છે. હાલ કંચન જરીવાલા અચાનક જ ફોર્મ પરત ખેંચી લાપતા થઈ જતા રાજકીય મહોલ ગરમાયો છે.

Advertisment