/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-115.jpg)
મોરારી બાપુએ નીલકંઠ મામલે કરેલ નિવેદન અંગે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના સંતો વચ્ચે શાબ્દિક ટીકા ટિપ્પણી થઈ રહી હતી. બંને સંપ્રદાયો વચ્ચે વિવાદ ભલે શાંત થઇ ગયો હોય પરંતુ હવે કલાકારો અને સાહિત્યકારો તેમને મળેલા એવોર્ડ પરત કરી રહયાં છે.
ગુરુવારના રોજ કલાકારોએ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપવામાં આવેલ સન્માનની રકમ અને એવોર્ડ પરત કર્યાની ઘટના સામે આવી છે. કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જય વસાવડા એ જણાવ્યું હતું કે, જે સંસ્થા દ્વારા મને એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેજ સંસ્થા દ્વારા બાપુ પ્રત્યે અને શિવ પર જે ટિપ્પણી કરવામાં આવે તે ક્યારેય પણ સાંખી લેવામાં આવશે નહિ. મેં જાહેરમાં એવોર્ડ સ્વીકાર્યો હતો. એટલે જાહેરમાં જ પરત કર્યો છે. કલાકાર માનવજાતનો હોઈ છે. મને વિવાદ વકરે તેમાં રસ નથી, પરંતુ મને સ્વમાન જળવાઈ રહે તેમાં રસ છે. મેં મોરારી બાપુના સમર્થનમાં એવોર્ડ પરત કર્યો છે. બાપુ કલા રસિક છે, બાપુ કોઈને બંધનમાં નાખતા નથી. મારા વિચારો બાપુ પ્રત્યે ઢળેલા છે. બાપુથી મોટો મુદ્દો શિવ છે. બાપુ કથામાં સહજ ભાવે બોલ્યા હતા. કથા માનસ રુદ્રાભિષેક પર હતી જેથી સહજ બાપુ શિવ પર થનાર અભિષેક અંગે વાત કરે. તો સાથે જ જણાવ્યું હતું કે, હું બાપુનો પ્રેમી છુ, બાપુનો પ્રતિનિધિ નથી. માત્ર હું જ નહીં પણ અનેક કલાકારો બાપુના પ્રેમી છે.