ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં દિલ્હી કેપિટલ્સે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. ટીમ તરફથી ફિલિપ સોલ્ટ અને ડેવિડ વોર્નર ઓપનિંગમાં આવ્યા હતા. ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પહેલા જ બોલે શમીએ ફિલિપ સોલ્ટને આઉટ કર્યો હતો. બીજી ઓવરમાં રાશિદ ખાને વોર્નરને રન આઉટ કર્યો હતો. મોહમ્મદ શમીએ બીજી વિકેટ લેતા રિલી રોસોયુને આઉટ કર્યો. શમીએ ત્રીજી વિકેટ લેતા મનીષ પાંડેને આઉટ કર્યો હતો. મોહમ્મદ શમીએ ચોથી સફળતા મેળવતા પ્રિયમ ગર્ગને આઉટ કર્યો હતો. 22 રન માજ દિલ્હીની અડધી ટીપ પેવેલિયન ભેગી થઈ ગઈ