Connect Gujarat
ગુજરાત

આણંદ: પત્નીના મોતના વિરહમાં પિતાએ બે બાળકીની ઝેર આપી હત્યા કરી

આણંદની અરેરાટી ભરી ઘટના, પિતાએ બે બાળકીની હત્યા કર્યા બાદ જાતે કર્યો આપઘાત

X

આણંદ શહેરની બોરસદ ચોકડી પાસે જીટોડીયા રોડ વેરહાઉસની પાછળના ભાગે રહેતા 30 વર્ષીય પ્રજાપતિ યુવકે આજે વહેલી સવારે પોતાની બે નાની બાળકીઓ ઝેરી દવા પાઈ જાતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.

પાદરા તાલુકાના દુધાવાળા ગામના અને હાલ સેન્ટર વેરહાઉસની પાછળ આવેલા વિસ્તારમાં રહેતો 30 વર્ષીય ઘનશ્યામ પ્રજાપતિ આણંદ ખાતે રોજમદાર મજુરીકામ કરીને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવતો હતો. થોડા સમય પહેલા જ પત્ની લલીતાબેનનું કોઈ બીમારીમાં મોત નીપજ્યું હતું. તેમજ બે બાળકીઓ તથા સાત માસના બાળકની જવાબદારી તેના માથે આવી પડી હતી.

મજુરી કામે જાય કે બાળકોને સંભાળે તે પ્રશ્ન થઈ પડ્યો હતો. કામની ઘટ હોઈ ઓછી આવક અને બાળકોની જવાબદારીથી કંટાળી ગયેલા અને તેમજ પત્નીના વિરહમાં હતાશ નિરાશ થઈ ગયેલા ઘનશ્યામ પ્રજાપતિએ મંગળવારે વહેલી સવારે પોતાની બે બાળકીઓ માનસી અને પ્રિયાંશીને ઝેરી પદાર્થ પીવડાવી મોત નિપજાવ્યું હતું અને ત્યારબાદ તેણે જાતે ઘરના મોભ પર દોરડુ બાંધી ફાંસો ખાઈ જીવનનો ટૂંકાવી લીધું હતું. આ અંગેની જાણ થતાં જ આણંદ ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટ્મ અર્થે ખસેડયા હતા.

Next Story
Share it