કચ્છના અંજારમાં સતાપરમાં આવેલ ગોવર્ધન પર્વત ભાવિકો માટે ખુલ્લો મુકવામાં આવતા દર્શનાર્થીઓ ઉમટ્યા હતા.
કોરોનાં સમયગાળા દરમિયાન અંજાર તાલુકાના સતાપર ખાતે આવેલ ગોવર્ધન પર્વત સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો હાલ જ્યારે કોરોનાના કેસ જિલ્લામાં ઘટી રહ્યા છે,ત્યારે સરકાર દ્વારા ધાર્મિક સ્થળોના દ્વાર ખોલવાની છુટ અપાઈ છે સરકારના નિયમોને અનુલક્ષીને ભાવિકો માટે ગોવર્ધન પર્વત શરૂ કરવામાં આવ્યું છે.
મહંત ત્રિકમદાસજી મહારાજના જણાવ્યા પ્રમાણે અહીં આવતા પૂર્વે તમામ ભાવિકોને માસ્ક પહેરવાનું ફરજીયાત કહેવામાં આવે છે તેમજ સેનેટાઇઝર અને ટેમ્પરેચર ચેક કરીને પ્રવેશ આપવામાં આવે છે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે ખાસ ટીમ ઉભી કરવામાં આવી છે.અહીં આવતા ભાવિકો કોરોના ગાઈડલાઈનનું પાલન કરે તેવી અપીલ કરવામાં આવી છે. હાલ ભાવિકો માટે સવારે 7 થી સાંજે 7 સુધી ગોવર્ધન પર્વત ખુલ્લો મુકવામાં આવ્યો છે.