/connect-gujarat/media/post_banners/28052f2fa79ab8a2dce2a18723fc2f9c0b87b329619515eb8f2d671f24d44eb7.jpg)
જામનગરમાં એક મહિલા દ્વારા કેન્સર પીડિત મહિલાઓ માટે વાળ ડોનેટ કરવામાં આવ્યા હતા, આ વાળ કેન્સર પીડિત મહિલાઓ માટે વિગ બનાવી ડોનેટ કરવામાં આવે છે.
જામનગરમાં મહિલા દિન નિમિતે લાયન્સ કલબ ઓફ જામનગર સંસ્થાના સહયોગથી શહેરના મનીષા સાંકડેચા દ્વારા કેન્સર પીડિત મહિલાઓ માટે વાળ ડોનેટ કરવામાં આવ્યા હતા, મનીષા સાંકડેચાને વોટ્સએપમાં પેમ્પલેટ દ્વારા વાળ ડોનેટ કરવાની જાણકારી મળી હતી અને પોતે કેન્સર પીડિત મહિલા માટે વાળ ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો.
મનીષા દ્વારા લાયન્સ ક્લબના સહયોગથી હેવન બ્યુટી પાર્લર ખાતે નિયમનુસાર પોતાના 13 ઇંચ વાળ કાપી કેન્સર પીડિત મહિલાઓને દાન માટે લાયન્સ ક્લબને આપ્યા હતા. જે મુંબઈ ખાતે મધર્સ ટ્રસ્ટમાં મોકલવામાં આવશે અને ત્યાં વાળની વિગ બનાવી જરૂરિયાતમંદ કેન્સર પીડિત મહિલાઓને દાન કરાશે.