Connect Gujarat
ગુજરાત

પાટીદાર પાવર રાજ્યને મળ્યા 17 માં મુખ્ય મંત્રી

ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા મુખ્યમંત્રી, ભાજપ મોવડી મંડળ દ્વારા ગહન ચર્ચા બાદ લેવાયો નિર્ણય.

X

એંકર ભાજપની કોર કમિટીની બેઠકમાં નામ પર આખરી સહમતિ સધાયા બાદ ભૂપેન્દ્ર પટેલ ના નામને ધારાસભ્ય દળની બેઠકમાં મૂકવામાં આવ્યું હતું. જે બાદ મુખ્યમંત્રી ના નામની મોટી જાહેરાત કરવામાં આવી છે. નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતની કમાન સોંપવામાં આવી છે.

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બન્યા છે.અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે ભુપેન્દ્ર પટેલ. આનંદીબહેન પટેલના નજદીકી સાથીદાર અને ઔડાના પૂર્વ ચેરમેન ભુપેન્દ્ર પટેલ પાટીદાર સમાજનો મોટો ચહેરો છે..અમદાવાદમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં આનંદીબહેનના પ્રસ્તાવ પર જ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ટિકિટ મળી હતી ભુપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પૂર્વ સીએમ આનંદીબેન પટેલની બેઠક ગણાય છે.

આ બેઠક પર ભાજપે ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ ને ટિકિટ આપી હતી. જેની સામે કોંગ્રેસ પાટીદાર ઉમેદવાર શશીકાંત પટેલ ઉતાર્યા હતા. વિધાનસભામાં સૌથી વધુ મતદારો ધરાવતા આ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈ 1,17,750 મતોની સરસાઈ સાથે કુલ 1,75,652 મત મેળવી વિજય મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શશીકાંત પટેલ ને 57,902 મત જ મળ્યાં હતા.

નોંધનીય છે કે ભૂપેન્દ્ર પટેલની ખાસિયત છે કે તેઓ મૃદુભાષી છે અને સૌમ્ય સ્વભાવ ધરાવે છે. તે 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા હતા અને પહેલી જ ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતોથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે.

Next Story