/connect-gujarat/media/post_banners/9c934cd3ee137aa2840471a3d6db82cc745a03cb4bdfd42054ab5a14de1987f0.jpg)
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મહેતાપુરા વિસ્તારમાં આવેલ ખાનગી એક્સિસ બેન્કના ATM સેન્ટરમાં આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર, હિંમતનગર શહેરના મહેતાપુરા વિસ્તારમાં આવેલ એક્સિસ બેન્કના ATM સેંટરમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના લોકોમાં નાસભાગ મચી હતી. બનાવની જાણ થતા જ ફાયર ફાઇટરો તથા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે, આગ લાગતાં ત્યાં રહેલ 10થી વધુ ચકલીઓના મોત થયા છે, ત્યારે હાલ તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.