ગુજરાતમાં ઉત્તરાયણ પર્વમાં 108ને 4256 ઇમર્જન્સી મળ્યા કોલ,જ્યારે 9 લોકોના નિપજ્યા મોત

ઉત્તરાયણનો પર્વ કેટલાક પરિવારો માટે તહેવાર માતમ સમાન બની ગયો છે.પતંગની કાતિલ દોરીથી ગળુ કપાતા,ધાબા પરથી પડી જવાના કારણો સહિતની ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા

New Update
  • રાજ્યમાં ઉત્તરાયણમાં 9 લોકોએ ગુમાવ્યા જીવ

  • દોરથી ગળું કપાતા,ધાબા પરથી પડી જતા નિપજ્યા મોત

  • 108ને મળ્યા 4256 જેટલા મળ્યા ઇમરજન્સી કોલ

  • 1400થી વધુ પશુ પક્ષીઓ થયા દોરથી ઘાયલ

  • કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને 1402 ઈમરન્સી કોલ મળ્યા

ગુજરાત રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી,જોકે બીજી તરફ પતંગની દોરીથી ગળું કપાતા તેમજ ધાબા પરથી પડી જવા સહિતના કારણોસર 9 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા.તેમજ 108 એમ્બ્યુલન્સને 4256 જેટલા ઇમર્જન્સી કોલ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ આનંદ ઉલ્લાસભેર ઉજવામાં આવ્યો હતો,જોકે કેટલાક પરિવારો માટે તહેવાર માતમ સમાન બની ગયો છે.પતંગની કાતિલ દોરીથી ગળુ કપાતા,ધાબા પરથી પડી જવાના કારણો સહિતની ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.ઉતરાયણની મજા કેટલાક નાગરિક અને અબોલા પશુઓ માટે સજા પુરવાર થઇ છે.

રાજ્યમાં 108ને 4256 ઈમરજન્સી કોલ મળી ચૂક્યા છેઅમદાવાદમાં સૌથી વધુ 732 જ્યારે 320 કોલ સાથે સુરત બીજા ક્રમે રહ્યું છે. નાગરિકો સિવાય 1400 થી વધારે પશુ-પંખીઓ ઘાયલ થયા છે. કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને 1402 ઈમરન્સી કોલ મળ્યા હતા.જેમાં 758 પશુના અને 644 પક્ષીઓના હતા.

Read the Next Article

જૂનાગઢ : ખેડૂતોને અપાતા મગફળીના બિયારણના કૌભાંડથી ખળભળાટ,બારોબાર બિયારણ વેચી દેવાયું હોવાનો આક્ષેપ

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ખેડૂતોને આપવામાં આવતા મગફળી બિયારણને બારોબાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચી દેવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે.

New Update

ભેસાણમાં મગફળીના બિયારણ કૌભાંડનો મામલો

સરકારી બિયારણ બારોબાર વેચી મારવાનો આક્ષેપ

જાગૃત નાગરિક અને એડવોકેટે કૌભાંડ અંગે કર્યો આક્ષેપ

500 બોરી બીજ વેચવામાં આવ્યા હોવાની કરી ફરિયાદ

મંડળી અને ગોડાઉન સંચાલકોએ આક્ષેપોને નકારી કાઢ્યા 

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ખેડૂતોને આપવામાં આવતા મગફળી બિયારણને બારોબાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચી દેવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે.જેના કારણે ખેડૂત આલમમાં ખળભળાટ મચી ગયો છે.

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના તડકા પીપળીયા ખાતે ખેડૂતોને આપવાનું બિયારણ બારોબાર વેચી નાખવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.ગામના જ રહેવાસી અને વ્યવસાયે ખેડૂત તેમજ એડવોકેટ સંજય કાપડિયા નામના ખેડૂતે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે તડકા પીપળીયા ગામમાં બિયારણ આપતી પેઢી શત્રભુજ સેવા સહકારી મંડળી દ્વારા 500 બોરી બીજ  ગોંડલ  માર્કેટિંગ યાર્ડમાં વેચી નાખવા માટે એક ગોડાઉનમાં માલ રાખ્યો હતો,જે અંગે તપાસ કરવામાં આવતા થોડો બિયારણનો જથ્થો ગોંડલ વેચી નાખ્યો હોવાનું માલુમ પડ્યું હતું,જ્યારે હજુ કેટલોક બિયારણનો જથ્થો ગોડાઉનમાં પડ્યો હોવાનું પણ ખેડૂત જણાવી રહ્યા છે.

બીજી તરફ ખેડૂતો અને ગોડાઉન માલિક કે જેને ત્યાં બિયારણની બોરીઓ પડેલી છે,તેઓનું કહેવું છે કે આ જાણીતા ખેડૂતોએ સાચવવા મુકેલી છે તેમજ શત્રભુજ પેઢીના ચેરમેન વસંત પટોળિયાએ આ કૌભાંડ અંગે જણાવ્યું કે  નિયમ અનુસાર 1650 ખેડૂતોને બિયારણ વિતરણ કરવામાં આવ્યું છે. જેના આધારકાર્ડ અને બીજ વિતરણ ફોટાઓના પુરાવા પણ હોવાનું જણાવીને તેઓએ આક્ષેપને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા હતા.

મગફળીના બિયારણ બારોબાર વેચી મારવાના કૌભાંડના આક્ષેપ સામે ગોડાઉન માલિક અને ખેડૂતોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી,અને આ પ્રકારની કોઈ જ ગેરરીતિ આચરવામાં આવી ન હોવાનું તેઓએ જણાવી રહ્યા છે,અને તમામ આક્ષેપ ખોટા હોવાનું તેઓએ કહી રહ્યા છે.