વડોદરામાં મેઘો 2 ઇંચ ખાબક્યો, શ્રમિક વગર્ને હાલાકી

સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ગતરોજ છૂટા છવાયા વરસાદ બાદ આજે વહેલી સવારની જ વડોદરા શહેર-જિલ્લામાં ધીમીધારે અવિરત વરસાદ શરૂ થયો હતો.ત્યારબાદ વડોદરામાં 4 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો જેને લઈ જનજીવન અસ્તવ્યસ્ત થયું.

વ
New Update

સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ગતરોજ છૂટા છવાયા વરસાદ બાદ આજે વહેલી સવારની જ વડોદરા શહેર-જિલ્લામાં ધીમીધારે અવિરત વરસાદ શરૂ થયો હતો.

ત્યારબાદ વડોદરામાં 4 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો જેને લઈ કારેલીબાગ, ફતેગંજ, રાવપુરા, વાઘોડિયા રોડ, માંજલપુર, વડસર, તરસાલી, કલાલી, ગોત્રી, સયાજીગંજ, ગોરવા, સુભાનપુરા, સહિત તમામ વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા હતા.

જેને લઈ પાલિકાની પોલ ખુલ્લી પડી ગઈ છે. વરસાદના કારણે સામાન્ય જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે.

નોકરી ધંધા રોજગાર માટે જતાં લોકો પણ સતત વરસતા વરસાદ વચ્ચે મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદના કારણે ઝૂપડાવાસીઓ દયનીય હાલતમાં જોવા મળ્યા હતા.

રોજ મહેનત કરી જીવન ચલાવનારા શ્રમિકો મુશ્કેલીમાં ધકેલાયા છે.

#વડોદરા Samachar #વડોદરા #અનરાધાર વરસાદ
Here are a few more articles:
Read the Next Article