-
રૂરલ પોલીસની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં કરતી હતી પેટ્રોલિંગ
-
ટેમ્પોમાં ચોરખાનાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
-
ટેમ્પોમાં ઓક્સિજનના બોટલની આડમાં લઈ જવાતો દારૂ
-
વિદેશી દારૂના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ, 5 વોન્ટેડ
-
ટેમ્પો સહિત પોલીસે રૂ. 7.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
વલસાડના અતુલ હાઇવે પર ટેમ્પોમાં ઓક્સિજનના બોટલની આડમાં છુપાવીને લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે 5 લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
આગામી દિવસોમાં નાતાલ પર્વ અને 31stની ઉજવણીની આડમાં દારૂની મહેફિલ માટે લઈ જવતા વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડવા વલસાડ જિલ્લા પોલીસવડા કરણરાજ વાઘેલાએ સૂચના આપી હતી. જે સૂચનાના આધારે વલસાડ રૂરલ PI ભાવિક જીતિયાના નેતૃત્વમાં વલસાડ રૂરલ પોલીસની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
આ દરમ્યાન અતુલ હાઇવે પરથી સુરત તરફ જતા એક ટેમ્પોને અટકાવી ટેમ્પોમાં ઓક્સિજનના 56 સિલિન્ડરની આડમાં અને ટેમ્પોમાં બનાવેલા ચોર ખાનામાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલક સહિત અન્ય એક યુવકની રૂ. 7.59 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે, જ્યારે મામલામાં સંડોવાયેલા 5 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.