રાજ્યમાં એક સાથે 2 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય,ભારેથી અતિભારે વરસાદની કરાઇ આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં  આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી

author-image
By Connect Gujarat Desk
New Update
સમાચાર

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં  આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા  અનુસાર, ગુજરાતમાં એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.  જેને લઈ ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે. 

આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આવતીકાલે સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના મતે, આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર થોડું ઘટશે. રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવો વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

 

Latest Stories