જુનાગઢ : ચપ્પુની અણીએ અમદાવાદના 2 સેલ્સમેન લૂંટાયા, દાગીના-રોકડ મળી રૂ. 1 કરોડના મુદ્દામાલની લૂંટ

બાંટવા-કુતિયાણા રોડ પર કારમાંથી અઢી કિલો સોનું, 5 કિલો ચાંદી અને રૂ. 2.50 લાખ રોકડ અને મોબાઈલ મળી રૂ. 1 કરોડ 15 લાખ 82 હજારનો મુદ્દામાલ લૂંટીને ફરાર થઈ ગયા

New Update

કારમાં પંચર પડ્યું અને અમદાવાદના 2 સેલ્સમેન લૂંટાયા

છરી બતાવી 2 સેલ્સમેનને ઢીકાપાટુ માર મરવામાં આવ્યો

અઢી કિલો સોનું5 કિલો ચાંદીરૂ. 2.50 લાખ રોકડની લૂંટ

રૂ. 1 કરોડથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવી લૂંટારુ ફરાર

3 લૂંટારુઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ દ્વારા કવાયત

જુનાગઢ-પોરબંદર હાઇવે પર બાંટવાના પાજોદ ગામ નજીક અમદાવાદના 2 સેલ્સમેન પાસેથી સોનું-ચાંદી અને રોકડ મળી 1 કરોડથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવી 3 લૂંટારુઓ ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.

જુનાગઢ-પોરબંદર હાઇવે પર ગત મોડી રાત્રે અમદાવાદના 2 સેલ્સમેન પાસેથી ચપ્પુની અણીએ રૂ. 1 કરોડથી વધુના મુદ્દામાલની લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદના માણેકચોકમાં આવેલી કલા ગોલ્ડ ફેક્ટરીના સેલ્સમેન ધર્મેન્દ્ર જોશી અને ધનરાજ ભાંગડે કુતિયાણા તરફથી પોતાની ફોર વ્હીલર લઈ સોમનાથ તરફ જતા હતાતે સમયે બાંટવા-કુતિયાણા રોડ પર પોતાની કારમાં પંચર પડતા આ બન્ને સેલ્સમેન ઉભા હતાત્યારે અચાનક જ બાઈક પર આવી એક વ્યક્તિએ આ સેલ્સમેન સાથે અપશબ્દો બોલી માથાકૂટ શરૂ કરી હતી..

ત્યારે જોતજોતામાં અચાનક જ અન્ય 2 ઈસમો આવી છરી બતાવી માર મારીને કારમાંથી અઢી કિલો સોનું5 કિલો ચાંદી અને રૂ. 2.50 લાખ રોકડ અને મોબાઈલ મળી રૂ. 1 કરોડ 15 લાખ 82 હજારનો મુદ્દામાલ લૂંટીને ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ જુનાગઢ એસપી એસપી હર્ષદ મહેતાને થતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચએસઓજી સહિતનો કાફલો પહોંચ્યો હતોઅને સઘન તપાસ હાથ ધરી હતીત્યારે પોલીસે આ લૂંટારોઓને પકડવા નાકાબંધી કરીત્યારે પોલીસને તપાસ કરતા બાવળના ઝાડી-ઝાંખરામાંથી મોબાઈલ મળી આવ્યા હતા.

હાલ પોલીસે આ લૂંટારુઓ ક્યાં ફરાર થયા છે. તે દિશામાં તપાસ હાથ ધરી છે. આ મામલે ડીવાયએસપી બી.સી.ઠક્કરે જણાવ્યું હતું કેઆ લૂંટ પહેલાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં લૂંટનો ભોગ બનેલા બંને સેલ્સમેન માણાવદરમાં સોનીની દુકાનમાં માલની ડિલિવરી કરતા નજરે પડે છે. જે ગત તા. 5મી સપ્ટેમ્બરના 4.30 કલાકે સોનીની દુકાનમાં ડિલિવરી આપી કુતિયાણા ગયા હતાજ્યાંથી પરત ફરતી વેળાએ લૂંટની ઘટના બની હતી.

Latest Stories