વલસાડ : વાપીના વંકાછ ગામે રાતા ખાડીમાં નાહવા પડેલા 2 યુવકોના મોત, 4 યુવકોનો આબાદ બચાવ...

વાપી તાલુકાના વંકાછ ગામે રાતા ખાડીમાં નાહવા પડેલા 6 યુવકોમાંથી 2 યુવકોના પાણીમાં ડૂબી જતાં કરુણ મોતને ભેટયા જ્યારે 4 યુવકોનો આબાદ બચાવ થયો

New Update
  • વાપી તાલુકાના વંકાછ ગામમાંથી કરુણ ઘટના સામે આવી

  • વંકાછ ગામમાં રહેત 6 મિત્રો ગયા હતા રાતા ખાડીમાં નાહવા

  • 2 યુવકોને તરતા ન આવડતું હોવાથી પાણીમાં ગરકાવ થયા

  • રાતા ખાડીમાં ડૂબી જતા 4 પૈકી 2 યુવકોના મોત નિપજ્યાં

  • પોલીસ-ફાયર બ્રિગેડએ સ્થળ પર પહોંચી કાર્યવહી હાથ ધરી 

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વંકાછ ગામે રાતા ખાડીમાં 6 યુવકો નાહવા માટે ગયા હતાજ્યાં 4 પૈકી 2 યુવકોનું પાણીમાં ડૂબી જતાં કરુણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારવલસાડ જિલ્લાના વાપી તાલુકાના વંકાછ ગામમાં આવેલ કોળીવાડની દિનેશભાઈની ચાલીમાં રહેતા બલદેવસિંહ માનસિંઘ અને કમલસિંઘ મોહનસિંઘ સહિત 6 મિત્રો વંકાછ ચેકડેમ પર રાતા ખાડીમાં નાહવા ગયા હતા. જેમાં બલદેવસિંહ અને કમલસિંઘ નાહવા માટે નદીની વચ્ચે ગયા હતાજ્યારે અન્ય 4 મિત્રો નદી કિનારે બેઠા હતા. આ દરમ્યાન બલદેવસિંહ અને કમલસિંઘને તરતા ન આવડતું હોવાથી તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થયા હતાત્યારે કિનારે રહેલા મિત્રોએ તેમને ડૂબતા જોઈને સ્થાનિકોની મદદ માંગી હતી.

સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. તો બીજી તરફબનાવની જાણ થતાં જ વાપી ડુંગરા પોલીસ સહિત ફાયર બ્રિગેડની તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતીજ્યાં ફાયર ફાઇટરો સહિત સ્થાનિક તરવૈયાઓ ખાડીમાં ડૂબેલા યુવકોની શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ બલદેવસિંહ માનસિંઘ નામના યુવકનો મૃતદેહ શોધવામાં સફળતા મળી હતી.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતોજ્યારે અન્ય યુવક કમલસિંઘ મોહનસિંઘની શોધખોળ યથાવત રાખવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories