Connect Gujarat
ગુજરાત

રાજ્યની 20 નદીઓ પ્રદૂષિત,નર્મદા અને સાબરમતીનો સમાવેશ

નદીઓમાં પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે કડક માં કડક પગલાં લેવા જોઇએ તો જ નદીઓને સ્વચ્છ કરી શકાશે.

રાજ્યની 20 નદીઓ પ્રદૂષિત,નર્મદા અને સાબરમતીનો સમાવેશ
X

ગુજરાતમાં 20 પ્રદૂષિત નદીઓની યાદી લોકસભામાં રજૂ કરવામાં આવી હતી જેમાં નર્મદા અને સાબરમતી નદીનો પણ સમાવેશ થાય છે. દેશના જે રાજ્યોમાં સૌથી વધુ નદી પ્રદૂષિત હોય તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.આ અંગેનો એક રિપોર્ટ લોકસભામાં વિગતો રજૂ કરવામાં આવ્યો છે. જે પ્રમાણે, સાબરમતીમાં ખેરોડથી વૌઠા, વિશ્વામિત્રીની આસોદ ધાધર, ભાદર નદીમાં જેતલપુર ગામ થી સારણ ગામ નદીનો પટ્ટો પ્રદૂષિત હોવાનું સામે આવ્યું છે રાજ્યમાં નદીઓ પ્રદૂષિત થવા માટે ઉદ્યોગો મુખ્યત્વે જવાબદાર છે.

નદીઓમાં પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે કડક માં કડક પગલાં લેવા જોઇએ તો જ નદીઓને સ્વચ્છ કરી શકાશે. નોંધનીય છે કે, સાબરમતી રિવરફ્રન્ટ બન્યા બાદ ગંદા પાણીને શુદ્ધ કરવા માટે વર્ષે અંદાજે 85 લાખનો ખર્ચ થઇ રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે અગાઉ 480 કરોડ જેટલી માતબર રકમ ફાળવી હતી. તેને કારણે ભૂતકાળમાં સાબરમતીમાં ભરાયેલું પાણી ખાલી કરીને તેમાં સફાઇ કરવામાં આવી હતી. જો કે, માંડ થોડા સમય પસાર થાય છે ત્યાં નદીમાં લીલ અને જળકુંભી એ હદે છવાઈ જાય છે કે પાણી પણ જોઈ શકાતું નથી

Next Story