-
31st ડિસે.SOU ખાતે પ્રવસીઓનો જમાવડો
-
5 દિવસમાં 2.21 લાખ પ્રવસીઓ SOU ખાતે નોંધાયા
-
1.75 કરોડથી વધુ પ્રવાસીએ SOUની મુલાકાત લીધી
-
પ્રવસી વધતા S.T. વિભાગની વધુ 30 બસો ફાળવવામાં આવી
-
300 થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયા
આજે 31 ડિસેમ્બર એટલે અંગ્રેજી મહિનાનો છેલ્લો દિવસ, ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયાના લોકોમાં નવા વર્ષની ઉજવણી માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે,ત્યારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
આજે વર્ષ 2024નો અંતિમ દિવસ અને આવતી કાલે 2025નું નવા વર્ષની શરૂઆત થશે.31 ડિસેમ્બરની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ સજ્જ છે, પ્રવાસીઓને કોઈ તકલીફના પડે તે માટે SOU ઓથોરિટી દ્વારા પૂરતા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે,આજે દેશભરમાંથી હજારો પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી રહ્યા છે.
યુવાધનમાં ખાસ નવા વર્ષની ઉજવણીનો ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે,આજે મહારાષ્ટ્રના પ્રવાસીઓ SOU પર પોતાનાં પરંપરાગત મરાઠી પહેરવેશ સાથે આવ્યા હતા. તેઓએ જણાવ્યું કે અમે અમારી જે સંસ્કૃતિ છે,જેને લઈ SOU પર આવ્યા છે અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અદ્દભુત બનાવવામાં આવી છે.
અહીં એકવાર આવીએ તો વારંવાર આવવાનું મન થાય છે.આજે 2024 ના અંતિમ દિવસે 31 ડિસેમ્બરની ઉજવણી કરવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીમાં ઓનલાઇનના આંકડા જોઈએ તો આ પાંચ દિવસમાં 2.21 લાખ પ્રવાસીઓ આવ્યા છે અને આજે એક જ દિવસમાં 70 હજાર જેટલા પ્રવાસીઓ આવ્યા છે જેને લઈ એસટી બસની સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે.