Connect Gujarat
ગુજરાત

આજથી 3 દિવસ PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં વાપીમાં રોડ શો યોજી વલસાડમાં વિશાળ જનસભા સંબોધી

વાપીમાં 11 કિમી લાંબો રોડ શો યોજ્યા બાદ વડાપ્રધાને વલસાડમાં જનસભાને સંબોધી હતી.

X

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓ પ્રચંડ પ્રચારમાં લાગી છે. આજથી પીએમ મોદી પણ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે.. વલસાડ જિલ્લાના વાપીમાં 11 કિમી લાંબો રોડ શો યોજ્યા બાદ વડાપ્રધાને વલસાડમાં જનસભાને સંબોધી હતી.

ગુજરાત વિધાનસભામાં ચૂંટણી પ્રચાર માટે PM મોદી આજે સાંજે દમણ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. અહીંથી વાપી સુધી 11 કિલોમીટરનો રોડ શો યોજ્યો હતો. રોડ શો દરમિયાન રસ્તાની બંને બાજુ જનમેદની ઉમટી પડી હતી. વડાપ્રધાને કારની બહાર આવી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.તો લોકોએ પણ મોદી...મોદી...ના નારાઓ લગાવ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આજથી ત્રણ દિવસ સુધી વડાપ્રધાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રચંડ પ્રચાર કરશે. વલસાડ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભરૂચ, બોટાદ અને નવસારી જિલ્લામાં જનસભાને સંબોધિત કરશે.

Next Story