નવસારીથી સુરત જતા મરોલી પાસે બાઈક પર ત્રિપલ સવારી જતા ત્રણ મિત્રોએ બેલેન્સ ગુમાવતા બાઈક બસ સ્ટેન્ડમાં ધડાકાભેર અથડાયુ હતું. સર્જાયેલા અકસ્માતમાં ત્રણેય મિત્રો મોતને ભેટ્યા હતા.
નવસારીથી અર્જુન લલ્લનપ્રસાદ બિદ,વિકાસ બચ્ચા પ્રસાદ દુબે સાથે અંકિત રામગોપાલ મિશ્રા મળી કુલ ત્રણ યુવાનો રાત્રીના 11:30ના સુમારે કોઈ કામ અર્થે બાઈક ઉપર સુરત જઈ રહ્યા હતા.
આ બાઈક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારતા બાઈક પરનો કાબુ ગુમાવી કોલાસણા બસ સ્ટેન્ડમાં બાઈક અથડાવી હતી.જેમાં પાછળ બેસેલા બંને યુવાનો સાથે બાઈક સવાર યુવાન પર રોડ પર પટકાયા હતા.અને યુવાનોને ચહેરા અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા વધુ પડતું લોહી વહી જવાના કારણે ત્રણેયના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.ઘટના અંગેની તપાસ મરોલી પોલીસ કરવામાં આવી છે.