દાહોદ : સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાયેલી કારનું એન્જિન 100 ફૂટ દૂર ફંગોળાયું, દુર્ઘટનામાં 3 લોકોના મોત..!

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢઢેલા નજીક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર બાદ વીજળીના થાંભલા સાથે અથડાય હતી. આ ભયંકર માર્ગ અકસ્માતની દુર્ઘટનામાં 3 લોકોના કરૂણ મોત નીપજ્યાં

author-image
By Connect Gujarat Desk
New Update
  • લીમખેડા તાલુકાના ઢઢેલા ગામ નજીક સર્જાયો અકસ્માત

  • સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર સાથે ભટકાય

  • બનાવના પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા

  • ભયંકર માર્ગ અકસ્માતની દુર્ઘટનામાં 3 લોકોના કરૂણ મોત

  • 2 મૃતકોની ઓળખ મહારાષ્ટ્ર-પૂનાના હોવાની થઈ : પોલીસ 

દાહોદ-અમદાવાદ હાઇવે પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. લીમખેડાના ઢઢેલા નજીક ટર્નિગ પાસે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર બાદ વીજળીના થાંભલે અથડાતા 3 લોકોના મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કેલાશોને ટ્રેક્ટરથી ખેંચી બહાર કાઢવી પડી હતી. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર પાસિંગની એક SUV કાર લીમખેડાના નજીક ઢઢેલા ટર્નિંગ પાસે ડિવાઈડર સાથે અથડાયા બાદ થાંભલે અથડાતા કારનો ભુક્કો બોલી ગયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કેથાંભલાના પણ ટુકડા થઇ હતા.

આ ગંભીર અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતકોની ઓળખ મહારાષ્ટ્રના પૂનાના અભિષેક યાદવ અને સચિન બિરાદાર તરીકે થઇ છે. બન્નેના મૃતદેહોને લીમખેડા ખાતે ખસેડવામાં આવ્યા છેજ્યારે સારવાર દરમિયાન મૃત્યુ પામેલ વ્યક્તિના મૃતદેહને દાહોદ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. મધરાતે કારનો અકસ્માત થતાં આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા. જેમણે પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

Latest Stories