New Update
વલસાડના અબ્રામાનો બનાવ
કારચાલકે સ્ટીયરીંગ પરથી ગુમાવ્યો
ધડાકાભેર કાર ભટકાતા 3 વિજપોલ ધરાશાયી
નજીકમાં ચાલી રહેલ ભંડારામાં નાસભાગ
સમગ્ર વિસ્તારમાં અંધારપટ
વલસાડના અબ્રામા ઝોન ઓફિસ નજીક એક કાર ચાલકે વીજ પોલમાં કાર ધડાકાભેર ભટકાવતા એક સાથે ત્રણ વીજ પોલ જમીનદોસ્ત થઈ ગયા હતા.
વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલી નગરપાલિકાની ઝોન કચેરી નજીક કાર નંબર GJ. 15. CG. 3006ના ચાલક ત્યાંથી પસાર થયો હતો. અને ઝોન કચેરીથી થોડે દૂર જતા માર્ગ પર કાર ચાલકે કારને વીજ પોલ સાથે અથડાવી મૂકી હતી. જેને લઇને આ વિસ્તારમાં એક સાથે ત્રણ વીજ પોલ તૂટી પડ્યા હતાં અને સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો.ઝોન ઓફિસ નજીક આવેલા મંદિરમા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હોવાથી લોકો મોટી સંખ્યામાં મંદિરના પટાંગણમાં હાજર હતા ત્યારે અચાનક વીજ થાંભલા સાથે તાર તૂટી પડતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.વીજકંપનીના કર્મચારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે આવી વીજ પુરવઠો બંધ કરી જમીનદોસ્ત થયેલા વીજ પોલને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.આ બનાવમા કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.આ બનાવ બાદ સ્થળ પર વલસાડ સિટી પોલીસના કર્મચારીઓ આવી પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
Latest Stories