જૂનાગઢના સરગવાડા ગામના 3 યુવાનો અકસ્માતમાં મોતને ભેટતા ત્રણેયની એકસાથે અંતિમ યાત્રા નીકળી

અકસ્માતમાં ત્રણેય યુવાનો ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા  ત્યાર બાદ સરગવાડા ગામમાં શોકમય માહોલ છવાયો હતો. ત્રણેય મિત્રોનો એકસાથે જનાજો નીકળતાં ગામ હીબકે ચઢ્યું

New Update
saragvada Accident

જૂનાગઢ-ધોરાજી રોડ પર એક ભયાનક અકસ્માતમાં ત્રણ યુવાન મિત્રે જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટના બાઈક અને કાર વચ્ચે સામસામે ટકરાવાથી સર્જાઈ હતી. ત્રણેય યુવાન સાથે ઉર્સમાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી. ઘટના વહેલી સવારે બની હતી. આ ગંભીર અકસ્માતમાં ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા ત્યાર બાદ સરગવાડા ગામમાં શોકમય માહોલ છવાયો હતો. ત્રણેય મિત્રોનો એકસાથે જનાજો નીકળતાં ગામ હીબકે ચઢ્યું હતું.

ટ્રિપલ સવારીમાં બાઇક પર જતા હતા મૃતક યુવાનોની ઓળખ આમિર મામદભાઈ અબડા, અલ્ફેઝ હનીફભાઈ કાઠી અને અરમાન મકસુદબાપુ સૈયદ તરીકે થઈ છે. તેઓ ટ્રિપલ સવારીમાં બાઈક પર હતા. 

Read the Next Article

ભરૂચ: રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીના નવ પ્રમુખ તરીકે રમાકાંત બહુરૂપીની વરણી, શપથગ્રહણ સમારોહ યોજાયો

રોટરી કલબ ઑફ ભરુચ નર્મદા નગરી માટે વર્ષ 2025-26 માટેના નવા પ્રમુખ તરીકે રોટેરિયન રમાકાંત બહુરુપિ અને સેક્રેટરી તરીકે રોટેરિયન ભાવિક ગણાત્રાની નિમણૂક કરવામાં આવી

New Update
  • રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીનો કાર્યક્રમ યોજાયો

  • શપથ ગ્રહણ સમારોહનું કરાયુ આયોજન

  • નવા પ્રમુખ તરીકે રમાકાંત બહુરૂપીની વરણી

  • રોટરી કલબના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

રોટરી કલબ ઑફ ભરુચ નર્મદા નગરીના નવા પ્રમુખ તરીકે રમાકાંત બહુરુપિની વરણી કરવામાં આવી છે ત્યારે તેઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો રોટરી કલબ ઑફ ભરુચ નર્મદા નગરી માટે વર્ષ 2025-26 માટેના નવા પ્રમુખ તરીકે રોટેરિયન રમાકાંત બહુરુપિ અને સેક્રેટરી તરીકે રોટેરિયન ભાવિક ગણાત્રાની નિમણૂકના ઇન્સ્ટોલેશન સમારોહનું આયોજન હોટલ હાયાત પેલેસ ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં પાસ્ટ પ્રમુખ રોટેરિયન મૌનેશ પટેલે મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. મુખ્ય ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે ઉપસ્થિત જિલ્લા ગવર્નર રોટેરિયન અમરદીપસિંહ બુનેટ અને ફર્સ્ટ લેડી કમલજીત કૌર બુનેતે નવા પ્રમુખ, સેક્રેટરી અને તમામ બોર્ડ મેમ્બર્સને શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ કાર્યક્રમમાં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર  પરાગ શેઠ, પાસ્ટ પ્રમુખ પુનમ શેઠ, ધ્રુવ રાજા, પૂર્વ પ્રમુખ  મૌનેશ પટેલ
સહિત રોટરી કલબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories