સાબરકાંઠા : હિંમતનગર જીઆઇડીસી ઓવરબ્રિજ પર ટ્રક અને રોડ રોલર વચ્ચે ભયંકર ટક્કર, એન્જિનિયર સહિત 4ના મોત

ટ્રક અને રોડ રોલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં હાઇવે કોન્ટ્રાક્ટ એજન્સીના એક એન્જિનિયર સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા

New Update
  • હિંમતનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • હાઇવેની કામગીરી દરમિયાન સર્જાયો અકસ્માત

  • ટ્રક અને રોડ રોલર વચ્ચે ભયંકર ટક્કર

  • કેન્દ્રીય મંત્રી અને સીએમના આગમન પૂર્વે જ અકસ્માત

  • હાઇવે કોન્ટ્રાક્ટના એન્જિનિયર સહિત ચારના મોત  

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર જીઆઇડીસીના ઓવરબ્રિજ પર વહેલી સવારે સમારકામની કામગીરી દરમિયાન ટ્રક અને રોડ રોલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો,ગમખ્વાર અકસ્માતમાં હાઇવે કોન્ટ્રાક્ટ એજન્સીના એક એન્જિનિયર સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર જીઆઇડીસી નજીક આવેલા ઓવરબ્રિજ પર આજે વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતોજેમાં હાઇવે કોન્ટ્રાક્ટ એજન્સીના એક એન્જિનિયર સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ દુર્ઘટના એવા સમયે બની જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રીના આગમનને લઈ બ્રિજ પર સમારકામની કામગીરી ચાલી રહી હતી.

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને રાજ્યના મુખ્યમંત્રી આજે હિંમતનગર-ચિલોડા હાઈવેના નિરીક્ષણ માટે આવવાના હોવાથીનેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આ હાઈવે પરની ક્ષતિઓ દૂર કરવા માટે યુદ્ધના ધોરણે રાત-દિવસ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી અંતર્ગત જીઆઇડીસી ઓવરબ્રિજ પર પણ કામ ચાલી રહ્યું હતું.

વહેલી સવારના સુમારેજ્યારે કર્મચારીઓ અને એન્જિનિયર રોડ રોલર વડે કામ કરી રહ્યા હતાત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેલર સીધું જ રોડ રોલર સાથે અથડાયું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે રોડ રોલર અને ટ્રેલર બંને પલટી ખાઈ ગયા હતાઅને ત્યાં કામ કરી રહેલા ત્રણ શ્રમિકો તથા કોન્ટ્રાક્ટ એજન્સીના એક એન્જિનિયર તેની નીચે કચડાઈ ગયા હતા.

અકસ્માતને પગલે ઘટનાસ્થળે અરેરાટી વ્યાપી ગઈ હતી. જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

Latest Stories