સૌરાષ્ટ્રના પોરબંદરના સમુદ્ર માંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સંયુક્ત ઓપરેશન દરમિયાન 500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.આ ડ્રગ્સનો જથ્થો હાલ પોરબંદર પોર્ટ પર લાવવામાં આવ્યો છે.
આ અંગે જાણવા મળ્યા મુજબ પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ટીમને મળી હતી. ગુજરાત ATSની ટીમ અને NCBની ટીમે મોડી રાત્રે દરિયામાં ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એક બોટમાંથી 500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાના અહેવાલ છે. જો કે, હાલ કેટલા કરોડનું ડ્રગ્સ છે અને કોણે મંગાવ્યું અને ક્યાંથી આવ્યું તે અંગે એજન્સી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નથી.