Connect Gujarat
ગુજરાત

સૌરાષ્ટ્રમાંથી વધુ 9 આરોપી હથિયાર સાથે એટીએસના સંકજામાં, જાણો વધુ

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ગેરકાયદેસર વેંચાતા હથિયારોના સોદાગરો ગુજરાત ATS એ ઝડપ્યા હતા

સૌરાષ્ટ્રમાંથી વધુ 9 આરોપી હથિયાર સાથે એટીએસના સંકજામાં, જાણો વધુ
X

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ગેરકાયદેસર વેંચાતા હથિયારોના સોદાગરો ગુજરાત ATS એ ઝડપ્યા હતા. તેની તપાસ દરમ્યાન વધુ કેટલાક હથિયારો સાથે 9 આરોપીઓને ATSએ ઝડપી પાળિયા છે ગુજરાત એટીએસ અત્યાર સુધીમાં 78 હથિયારો સાથે 37 આરોપીને દબોચી લીધા છે.

અગાઉ હથિયારો સાથે પકડાયેલા આરોપીને વધુ પૂછપરછ તપાસ કરતા ગુજરાત એટીએસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ જિલ્લામાં કેટલાક ઇસમો ગેરકાયદેસર હથિયારો વેચેલા છે. અને આવા હથિયાર ખરીદનાર 28 ઇસમોને 60 ગેરકાયદેસર હથિયારો તથા 18 કારતુસ સાથે ગુજરાત ATS પકડેલા. આ ગુનામાં સંડોવાયેલ દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડ્રુ તથા અન્ય આરોપીઓને પોલીસે પૂછપરછ કરતા વધુ 9 આરોપીઓની આ ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવતા ગુજરાત ATS ની અલગ અલગ ટીમો બનાવી તેમને રાઉન્ડઅપ કરવામાં આવેલ. જેઓની પૂછપરછ કરતા તેની પાસેથી બીજા 18 ગેરકાયદેસર હથિયારો મળી આવેલ છે.અગાઉ લીંબડી સબ જેલમાંથી પેરોલ જમ્પ કરી નાસતો ફરતો આરોપી દેવેન્દ્ર તથા તેનો સાગરીત ચાંપરાજ ખાચર પોતાના કબ્જામાં વગર લાયસન્સ 4 હથિયારો સાથે ગીતા મંદિર એસ.ટી. સ્ટેન્ડ પાસેથી પકડાયેલા.ગુજરાત ATSની ટીમે આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 37 આરોપીઓ પાસેથી 78 ગેરકાયદેસર હથિયાર તથા 18 કારતૂસ કબજે કર્યા છે. જોકે આ અંગે વધુ તપાસ બાદ ગેરકાયદેસર હથિયારો મળી આવવાની શક્યતા રહેલી છે આમ સૌરાષ્ટ્રમાં ગુજરાત એટીએસ મોટું સર્ચ ઓપરેશન કરી કોઈ ગુનેગાર ઘટનાને અંજામ આપે તે પહેલાં આરોપીઓને પકડી પાડ્યા છે .

Next Story