પરેશ ધાનાણીના ગઢમાં પડ્યું મોટું ગાબડું, ધારી-વડીયા કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો કેસરીયો કર્યો...

અમરેલી જિલ્લાની ધારી વિધાનસભા બેઠક પરથી મોટા સરાકડિયાના 20 જેટલા સક્રિય કાર્યકરોએ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે.

પરેશ ધાનાણીના ગઢમાં પડ્યું મોટું ગાબડું, ધારી-વડીયા કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો કેસરીયો કર્યો...
New Update

અમરેલી જિલ્લામાં પરેશ ધાનાણીના ગઢમાં જાણે મોટું ગાબડું પડ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે. ધારી અને વડીયા કોંગ્રેસના સક્રિય કાર્યકરોએ ભાજપનો કેસરીયો ધારણ કરી લેતા રાજકારણ પણ ગરમાયું છે.

અમરેલી જિલ્લાની ધારી વિધાનસભા બેઠક પરથી મોટા સરાકડિયાના 20 જેટલા સક્રિય કાર્યકરોએ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે. જેમાં મોટા સરાકડીયાના સરપંચ રમેશ દેવાણી અને સહકારી મંડળીના પ્રમુખ સહિતના કાર્યકરો મધ્યપ્રદેશના સાંસદ અને જે.વી.કાકડિયાની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા છે. ખાંભા ખાતે ભાજપના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કોંગી કાર્યકરો ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. જોકે, કોંગ્રેસના સક્રિય કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા અમરેલી જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું છે.

તો બીજી તરફ, અમરેલી જિલ્લાની વડીયા વિધાનસભા બેઠકમાં પણ ભંગાણ સર્જાયું છે. વડીયા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ વિભા ભરવાડે કોંગ્રેસનો હાથ છોડી કેસરિયો કર્યો છે. આ બેઠકના ભાજપના ઉમેદવાર કૌશિક વેકરીયાએ વિભા ભરવાડને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. જોકે, પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડતાં અમરેલીની હાઈ પ્રોફાઈલ બેઠક પર જાણે આયારામ ગયારામ શરૂ થયું હોય તેવો ઘાટ ઘડાયો છે.

#Congress #India #Connect Gujarat #BeyondJustNews #joined BJP #Paresh Dhanani #Congress workers #Activits
Here are a few more articles:
Read the Next Article