Connect Gujarat
ગુજરાત

તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં કરાયો મોટો વધારો, આજથી નવું ભથ્થું અમલી

નવા ભથ્થામાં રૂ.3 હજાર મળશે. ભથ્થુ રૂ.900થી વધારીને રૂ.3 હજાર કરી નાખવામાં આવ્યું છે તે સાથે જ આજથી નવું ભથ્થું અમલી બનશે

તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં કરાયો મોટો વધારો, આજથી નવું ભથ્થું અમલી
X

ગુજરાતમાં પોલીસ જવાનોના પગાર વધારા બાદ એક મહત્વનો નિર્ણય પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં વધારો કરી દેવામાં આવ્યો છે. નવા ભથ્થામાં રૂ.3 હજાર મળશે. ભથ્થુ રૂ.900થી વધારીને રૂ.3 હજાર કરી નાખવામાં આવ્યું છે તે સાથે જ આજથી નવું ભથ્થું અમલી બનશે તેવો પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે.

રાજ્યના તલાટી કમ મંત્રીઓ પોતાની પડતર માંગણીઑને લઈને લાંબા સમયની હડતાળના માર્ગે વળ્યા હતા જેને લઈને ગ્રામીણ કક્ષાએ કામગીરી ખોરવાઈ હતી. ત્યારબાદ રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ રાજ્યના તલાટી કમ મંત્રીઓ પોતાની પડતર માંગ સંતોષવાની બાંહેધરી આપતા 22 ઓગસ્ટના રોજ હડતાળ સમેટી લેવામાં આવી હતી. સરકાર દ્વારા 5માંથી 4 માંગણી સ્વીકારવામાં આવી છે. વધુમાં એક માંગણી માટે સરકારે કરી વિશેષ કમિટિની રચના કરવા જણાવાયું છે. ત્યારબાદ કમિટના રિપોર્ટ બાદ આગામી સરકાર નિર્ણય દ્વારા લેવામાં આવશે.



Next Story