રાજ્યપાલ સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે પધાર્યા
પ્રાંતિજના વદરાડ ગામમાં યોજાયો વિશેષ કાર્યક્રમ
સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સાફ-સફાઈ હાથ ધરી
સ્વચ્છતાને પોતાના સંસ્કાર બનાવાની અપીલ કરી
સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ તેમના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામમાં સ્થાનિક સફાઈકર્મીઓ સાથે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ હાથ ધરી હતી.
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા, જ્યાં પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામમાં સ્થાનિક સફાઈકર્મીઓ સાથે તેઓએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ હાથ ધરી હતી. સ્વચ્છતા બાદ રાજ્યપાલએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનો ઉલ્લેખ કરતા ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે ગામના સફાઈ કર્મીઓને બિરદાવ્યા હતા, અને સ્વચ્છતાને સંસ્કાર બનાવવાની પણ તેમણે અપીલ કરી હતી.
રાજ્યપાલએ સ્વચ્છતાની સતત કાળજી રાખવા સાથે, ક્યાંય પણ ગંદકી નહીં કરવા તેમજ તંદુરસ્ત જીવન માટે સ્વચ્છતા ખુબ જ જરૂરી છે, તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે સાંસદ શોભના બારૈયા, રાજ્યસભા સાંસદ રમીલા બારા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, સાબરકાંઠા કલેકટર લલિત નારાયણસિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, પ્રાંત અધિકારી સહિતના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.