Connect Gujarat
ગુજરાત

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત પોલીસને હંફાવનાર ચોર ટોળકી આવી દાહોદ પોલીસના સાણસામાં...

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત પોલીસને હંફાવનાર મધ્યપ્રદેશની વાહનચોર ટોળકીના 3 મુખ્ય સૂત્રધાર દાહોદ પોલીસના સાણસામાં આવી જતાં 41 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે.

X

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત પોલીસને હંફાવનાર મધ્યપ્રદેશની વાહનચોર ટોળકીના 3 મુખ્ય સૂત્રધાર દાહોદ પોલીસના સાણસામાં આવી જતાં 41 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે.

મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુક્ષી ગામની બાઈક ચોર ટોળકી બાઈક ચોરી કરવાના ઓજારો સાથે દાહોદ તરફ આવતી હોવાની બાતમીના આધારે દાહોદ એલસીબી પોલીસે ગરબાડા તાલુકાના મીનાક્યાર, મધ્યપ્રદેશ-ગુજરાત બોર્ડર પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન 3 ઇસમોને મોટરસાયકલ સાથે ઝડપી તલાસી લેતા તેમની પાસેથી મોટરસાયકલ ચોરવાના ઓજારો મળી આવતા પોલીસે ત્રણેય ઈસમોને એલસીબી કચેરીએ લાવી પૂછપરછ હાથ ધરતા ત્રણેય ઈસમો મધ્યપ્રદેશ બાઈકચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિતના હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ત્રણેયની ઘનીષ્ટ પૂછપરછ હાથ ધરતા તેઓની પાસેથી ચોરીની 4 મોટરસાયકલ કબજે લીધી હતી. એટલું જ નહીં, પકડાયેલા ત્રણેય ઈસમોએ 3 વર્ષના સમયગાળામાં, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ ગુજરાતના જુદા જુદા શહેરોમાં 37 જેટલી વાહનચોરી તેમજ 4 જેટલી ઘરફોડ ચોરીઓ મળી કુલ 41 જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી, ત્યારે હાલ તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત પોલીસને હંફાવનાર વાહનચોર ટોળકીના 3 મુખ્ય સૂત્રધાર દાહોદ પોલીસના સાણસામાં આવતા અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

Next Story