New Update
-
પ્રજાસત્તાક પર્વની કરવામાં આવશે ઉજવણી
-
કર્તવ્ય પથ પર દેખાશે જૂનાગઢની ઝાંખી
-
16 બહેનો રજૂ કરશે રાસ
-
બહેનોએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સાથે કરી મુલાકાત
-
બહેનો એક મહિનાથી કરી રહી છે પ્રેક્ટિસ
આગામી 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર જૂનાગઢની મેર સમાજની બહેનો મેરનો ભાતીગળ રાસ રજૂ કરશે જૂનાગઢની મેર સમાજની 16 બહેનો આગામી 26 જાન્યુઆરીએ મેર સમાજના ભાતીગળ રાસની પ્રસ્તુતિ કરી સૌને મંત્રમુગ્ધ કરશે. ત્યારે આ કર્તવ્ય પથ પર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફ્લોટ્સમાં ભાગ લેવા 5000 થી વધુ લોકો કર્તવ્ય પથ પર છેલ્લા એક મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે.
ત્યારે આ મહેર સમાજની 16 બહેનો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સાથે પણ મુલાકાત કરી હતી. આગામી 16 તારીખે દિલ્હી કર્તવ્ય પથ પર મેર સમાજના ભાતીગળ રાસની પ્રસ્તુતિ કરી દિલ્હી ખાતે જુનાગઢનું ગૌરવ વધારશે. જુનાગઢ મેર સમાજની બહેનો છેલ્લા એક મહિનાથી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર યોજાતી પરેડમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે મેરાણી રાસની પ્રેક્ટિસ કરી રહી છે.
Latest Stories